Civil mock drill: અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના માર્ગદર્શનમાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત જિલ્લાનાં ૯ સ્થળો પર સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પીરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જી.આઈ.ડી.સી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા(કોઠ) મંદિર, સાબરમતી ખાતે આવેલ ટોરેન્ટ પાવર પ્લાન્ટ, સાણંદ જી.આઈ.ડી.સીમાં ટાટા પ્લાન્ટ તથા

થલતેજના પેલેડિયમ મોલ ખાતે બપોરે ૪.૦૦ થી ૦૮:૧૫ દરમિયાન આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ૯ સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલના યોગ્ય આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તેમજ તમામ વિભાગો સાથે સંકલન કરીને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ૭મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ ૧૮ જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ જુદાં જુદાં ૧૦ સ્થળોએ મોકડ્રીલ યોજાશે.