Imran khan: પીટીઆઈના અધ્યક્ષ અને સાંસદ ગૌહર ખાનની નેશનલ એસેમ્બલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાન ગયા વર્ષથી જેલમાં છે. એક દિવસ પહેલા પીટીઆઈના કાર્યકરો અને નેતાઓએ ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં રેલી કાઢી હતી. પીટીઆઈ નેતા શેર અફઝલ ખાન મારવતની પણ ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને સાંસદ ગૌહર ખાનની પોલીસે ધરપકડ કરી છે. સોમવારે મોડી રાત્રે ઈસ્લામાબાદમાં દરોડા પાડીને નેશનલ એસેમ્બલીમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાન ગયા વર્ષથી જેલમાં છે. એક દિવસ પહેલા પીટીઆઈના કાર્યકરો અને નેતાઓએ ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં રેલી કાઢી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ આરોપ લગાવ્યો હતો કે રવિવારે ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન તેના સભ્યો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પીટીઆઈના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે કે પીટીઆઈના નેતાઓ બેરિસ્ટર ગોહર, શેર અફઝલ ખાન મારવત અને અન્યની સોમવારે રાત્રે સંસદની બહારથી ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી હતી. ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તા જવાદ તકીએ માહિતી આપી હતી કે મારવત, શોએબ શાહીન અને બેરિસ્ટર ગોહરની ધરપકડ કરવામાં આવી છે.

જેલમાં બંધ ઈમરાન ખાને રવિવારે કહ્યું કે તે આખી જિંદગી જેલમાં વિતાવવા માટે તૈયાર છે, પરંતુ વાસ્તવિક આઝાદી માટેના સંઘર્ષ સાથે કોઈ બાંધછોડ નહીં કરે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત જાહેર થયા બાદ ગત વર્ષે 5 ઓગસ્ટે ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે વિવિધ કેસોમાં જેલમાં છે.