Hurun Global Rich List 2025 અનુસાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે. 15 જાન્યુઆરી, 2025 સુધીના લોકોની સંપત્તિની ગણતરી કરીને Hurun Global Rich List 2025 બહાર પાડવામાં આવ્યુ છે. આ લિસ્ટ અનુસાર હાલમાં દેશમાં 284 અબજોપતિ છે અને ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે.
આ યાદી અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકેની પોતાની ઓળખ જાળવી રાખી છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

છેલ્લા 12 વર્ષોમાં, ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જે ગતિશીલ આર્થિક બાબતોનો પડછાયો છે. 2022માં કોરોના પછીની સ્થિતિ સુધર્યા બાદ ધનિકોની આ સંખ્યા 249 પર પહોંચી ગઈ.
જોકે, વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે, 2023 માં અબજોપતિઓની સંખ્યા ઘટીને 187 થઈ ગઈ, પરંતુ 2024 માં અબજોપતિઓની સંખ્યા વધીને 271 અને 2025 માં 284 થઈ ગઈ છે.
Hurun Global Rich List 2025માં, ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્કની કુલ સંપત્તિમાં $189 બિલિયનનો વધારો થયો છે. જ્યારે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બીજા નંબરે છે.
આ પણ વાંચો..
- Guinea-Bissau માં પણ હવે બળવો થયો છે; સૈન્યએ રાષ્ટ્રપતિની અટકાયત કરી છે અને સત્તા કબજે કરવાની જાહેરાત કરી છે
- Ukraine peace plan માટે ટ્રમ્પને મનાવવા માટે અમેરિકી રાજદૂતે પુતિનને “મંત્ર” આપ્યો
- AI એ 17 વર્ષ પછી ગુમ થયેલી પાકિસ્તાની છોકરી શોધી કાઢી, ગુમ થયેલા લોકો માટે નવી આશા જગાવી
- Hong Kong માં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી, જેમાં ૧૩ લોકો માર્યા ગયા અને સેંકડો લોકો બેઘર બન્યા.
- શું ફિલ્મ Dhurandhar મેજર મોહિત શર્માના પાત્ર પર આધારિત નથી? દિગ્દર્શક આદિત્ય ધર સત્ય ઉજાગર કરે છે, ટ્રેલરે ધમાલ મચાવી દીધી છે.





