Hezbollah Leader : હિઝબુલ્લાહને મોટો ફટકો પડ્યો છે. અજાણ્યા બંદૂકધારીઓએ હિઝબુલ્લાહના ટોચના નેતા મોહમ્મદ અલી હમાદીની હત્યા કરી છે. હમાદીની હત્યા એવા સમયે થઈ જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે.
હિઝબુલ્લાહના ટોચના નેતા શેખ મુહમ્મદ અલી હમાદીની હત્યા કરવામાં આવી છે. હમાદીની હત્યા લેબનોનના પશ્ચિમ બેકા ક્ષેત્રમાં થઈ હતી. શેખ મોહમ્મદ હમાદી જ્યારે તેમના ઘરની બહાર ઉભા હતા ત્યારે બે વાહનોમાં આવેલા બંદૂકધારીઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં હમાદીને ઘણી ગોળીઓ વાગી હતી.
સ્થાનિક વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે
ઘાયલ હમાદીને તાત્કાલિક નજીકના શહેર સોહમોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ગોળીબાર બાદ અજાણ્યા હુમલાખોરો ભાગી ગયા, સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે. હત્યાના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. કેટલાક અહેવાલો કહે છે કે આ હત્યા પાછળ ઇઝરાયલનો હાથ છે, જ્યારે કેટલાક તેને કૌટુંબિક ઝઘડા સાથે જોડી રહ્યા છે.