Manmohan Singh: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે.  

92 વર્ષના મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. 

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત લથડતા તેમને ગુરુવારે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષીય સિંહને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા.