રોડ શો દરમિયાન મિથુન ચક્રવર્તી હાથ હલાવીને ભીડનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા. રોડ શો શેખપુરા વળાંક પર પહોંચ્યો ત્યારે રસ્તાના કિનારે ઉભેલા કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરો અને બોટલો ફેંકી હતી, જેના પગલે ભાજપના કાર્યકરોએ વળતો પ્રહાર કર્યો હતો અને અથડામણ થઈ હતી.

Election 2024: પશ્ચિમ બંગાળના મિદનાપુર શહેરમાં મંગળવારે અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના પગલે અથડામણ થઈ હતી. પોલીસે આ માહિતી આપી હતી. મિદનાપુર લોકસભા સીટના બીજેપી ઉમેદવાર અગ્નિમિત્રા પોલે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર સરઘસ પર કાચની બોટલો અને પથ્થર ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. જો કે રાજ્યમાં સત્તાધારી પક્ષે આ આરોપને નકારી કાઢ્યો છે. ઘટનામાં ચક્રવર્તી અને પોલ બંને સુરક્ષિત છે.

રોડ શો કલેક્ટર કચેરીના વળાંકથી શરૂ થયો હતો અને કેરાનીટોલા તરફ આગળ વધી રહ્યો હતો, ભાજપના સેંકડો સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે ચક્રવર્તી અને પોલે હાથ હલાવીને ભીડનું અભિવાદન સ્વીકાર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રોડ શો શેખપુરા વળાંક પર પહોંચ્યો ત્યારે, રસ્તાના કિનારે ઉભેલા કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરો અને બોટલો ફેંકી, જેના પગલે ભાજપના કાર્યકરોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ થઈ, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિને ટૂંક સમયમાં નિયંત્રણમાં લાવવામાં આવી.

પોલે દાવો કર્યો હતો કે, “તૃણમૂલ કોંગ્રેસ બીજેપીને વધતા સમર્થનથી ડરી રહી છે અને આવી ગુંડાગીરીનો આશરો લઈ રહી છે. તેઓ મિથુન ચક્રવર્તી જેવા પીઢ અભિનેતાનું અપમાન કરવા માટે આટલા નીચા જઈ શકે છે.” તેમણે તૃણમૂલ કોંગ્રેસની શેરી સભામાં ભાગ લેનારાઓ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા ત્રિનંકુર ભટ્ટાચાર્યએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું, “અમે આવા કૃત્યોમાં માનતા નથી. રોડ શો ‘ફ્લોપ’ હોવાથી ભાજપ પોતે ડ્રામા કરી રહી છે.