Telangana: તેલંગાણા અને આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. થોડીક સેકન્ડો સુધી આવેલા ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કોઠાગુડેમ જિલ્લામાં સવારે 7:27 કલાકે ત્રણ સેકન્ડ માટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.

તેવી જ રીતે મહબૂબાબાદ જિલ્લાના ગંગારામ ગામમાં પણ જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાને કારણે ખુરશીઓ પર બેઠેલા લોકો નીચે પડી ગયા હતા. તેલંગાણાના કરીમનગર, પેદ્દાપલ્લી અને અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ડરના માર્યા ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5 હતી અને તેનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું, જે કાકીનાડાથી લગભગ 320 કિલોમીટર પૂર્વમાં છે.


બંને રાજ્યોના કોઈપણ ભાગમાંથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થવાના સમાચાર નથી.