અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી જ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા અન્ય દેશોના નાગરીકો પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઘણા ઇમિગ્રન્ટ્સને હવે તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા બંધ કરાઈ છે.

યુએસ વહીવટીતંત્રે લશ્કરી વિમાનો દ્વારા ઘણા દેશોમાં ઇમિગ્રન્ટ્સને મોકલ્યા હતા. તે ખૂબ મોંઘુ હોવાનું કહેવાય છે. યુએસ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં આવી કોઈ દેશનિકાલ ફ્લાઇટ તૈયાર નથી. અમેરિકાએ છેલ્લે 1 માર્ચે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ભરેલું લશ્કરી વિમાન મોકલ્યું હતું
રિપોર્ટ અનુસાર, લશ્કરી વિમાનમાં અમેરિકાથી ગ્વાટેમાલા સ્થળાંતર કરનારને દેશનિકાલ કરવા માટે 4,675 ડોલરનો ખર્ચ થાય છે. તે ટેક્સાસથી અમેરિકન એરલાઇન્સની એક તરફી ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત કરતાં પાંચ ગણા વધારે છે.
અગાઉ અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું હતુ. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત પહોંચ્યો હતો. આ વિમાનમાં 104 ભારતીયો સવાર હતા.
અમેરિકાએ અત્યાર સુધીમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના અનેક કન્સાઇન્મેન્ટ ભારતમાં મોકલ્યા છે. ટ્રમ્પ સરકાર દ્વારા અગાઉ ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં દેશનિકાલ કર્યા હતા.યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને પણ એલ પાસો, ટેક્સાસ અને સાન ડિએગો, કેલિફોર્નિયામાં અટકાયતમાં રાખેલા 5000 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો..
- ખ્રિસ્તી ધર્મગુરુ Pope Francis નું ડબલ ન્યુમોનિયાને કારણે અવસાન, જાણો આ રોગ શું છે અને તેના લક્ષણો શું છે?
- Pop Franscis ના અંતિમ સંસ્કાર અહીં થશે, ઇટાલીના પીએમ મેલોની સાથે છે સંબંધ
- અમેરિકામાં Rahul Gandhi એ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું, કહ્યું ‘સિસ્ટમમાં કંઈક ખોટું છે’
- VP of US જેડી વાન્સે પરિવાર સાથે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી, જાણો ગેસ્ટ બુકમાં શું લખ્યું
- Zelensky પુતિન સમક્ષ નમ્યા ! પૂછવામાં આવ્યું- ‘શું આપણે સામાન્ય લોકો પર હવાઈ હુમલા 30 દિવસ માટે રોકી શકીએ?’