Donald trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે હવે બીજો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતે અમેરિકાને શૂન્ય ટેરિફ વેપાર સોદો ઓફર કર્યો છે. અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો હતો. આ પછી તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હવે ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, “ભારતે અમેરિકાને શૂન્ય ટેરિફ વેપાર સોદો ઓફર કર્યો છે. ભારતમાં કંઈપણ વેચવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેઓ વોશિંગ્ટન સાથે શૂન્ય ટેરિફ વેપાર સોદો કરવા તૈયાર છે.” ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલે મુક્તિ દિવસ નિમિત્તે ભારત સહિત ઘણા દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. તેના જવાબમાં, ભારતે અમેરિકા સાથે વેપાર સોદા અંગે વાટાઘાટો તીવ્ર બનાવી હતી.


ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પે શું કહ્યું?

ભારતના ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને આક્રમક વલણ અપનાવ્યું. તેણે ડ્રોન અને મિસાઇલોથી ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું. ભારતે પણ ડ્રોનથી જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન, ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત કરી. ટ્રમ્પે દુનિયા સમક્ષ દાવો કર્યો હતો કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગેની વાટાઘાટોમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


ટ્રમ્પે કયા દેશ પર કેટલો ટેરિફ લાદ્યો છે?
અમેરિકાએ ચીન પર ૧૪૫ ટકા ટેરિફ લાદ્યો છે. જ્યારે વિયેતનામ પર 46 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. તેણે વિયેતનામને 90 દિવસની છૂટ પણ આપી છે. તેથી હાલમાં ટેરિફ ફક્ત 10 ટકા છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પર માત્ર 10 ટકા ટેરિફ રાખ્યો છે.