કર્ણાટક પોલીસના DySP નો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો ચોંકી ઉઠ્યા હતા. એક પોલીસ અધિકારી મહિલા સાથે આપત્તીજનક કૃત્ય કરતા ઝડપાયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે મહિલા જમીન વિવાદની ફરિયાદ લઈને ડીએસપીની ઓફિસમાં ગઈ હતી.

શું છે સમગ્ર મામલો?

પોલીસે કહ્યું કે એક નાયબ પોલીસ અધિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક મહિલાનું જાતીય સતામણી કરતો જોવા મળી રહ્યો છે. આ મહિલા તેની પાસે ફરિયાદ લઈને આવી હતી.

ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી(DySP)ની ઓળખ રામચંદ્રપ્પા (58) તરીકે થઈ છે. રામચંદ્રપ્પા મધુગીરીમાં ડીએસપી તરીકે તૈનાત હતા. કથિત વીડિયોમાં ડીએસપી મહિલા સાથે ગેરવર્તન અને અયોગ્ય વર્તન કરતા જોઈ શકાય છે. પોલીસના જણાવ્યા અનુસાર કથિત ઘટના ગુરુવારે બની હતી જ્યારે મહિલા તુમાકુરુમાં રામચંદ્રપ્પાની ઓફિસમાં જમીન વિવાદની ફરિયાદ કરવા ગઈ હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તે તેને એક રૂમમાં લઈ ગયો અને તેની સાથે ખરાબ વર્તન કર્યું અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો.

DySP મહિલા સાથે વાંધાજનક કૃત્ય કરી રહ્યો હતો જ્યારે કોઈએ બારીમાંથી તેના કૃત્યનો વીડિયો રેકોર્ડ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. વિભાગ દ્વારા ડીએસપીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ બાબતે કહ્યું કે વિભાગ મહિલાઓ વિરુદ્ધ ઉત્પીડન અથવા હિંસા સહન કરશે નહીં. તેમણે કહ્યું “અમે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 68, 75 (જાતીય સતામણી) અને 78 (પીછો કરવો) હેઠળ કેસ નોંધ્યો છે અને ડીએસપીની ધરપકડ કરી છે. તેમને સેવામાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.