ED બાદ CBIએ પણ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આજે કેજરીવાલના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે, CBI તેમને કોર્ટમાં રજૂ કરશે. કેજરીવાલને મળશે રાહત?

આજે સીબીઆઈ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં દારૂ નીતિ કૌભાંડ કેસમાં રજૂ કરશે. સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી અને કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા અને સીબીઆઈના રિમાન્ડ શનિવારે પૂરા થઈ રહ્યા છે અને તપાસ એજન્સી તેમને આજે કોર્ટમાં રજૂ કરશે. સીબીઆઈએ કોર્ટને કેજરીવાલને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા 20 જૂનના રોજ ટ્રાયલ કોર્ટે કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. જે બાદ ઈડીએ નીચલી કોર્ટના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જામીનના નિર્ણય પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો.

આજે આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેની સામે આમ આદમી પાર્ટી (AAP) શનિવારે સડકો પર ઉતરશે અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટે દારૂના કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા અને બીજા જ દિવસે ED હાઈકોર્ટ પહોંચી કેજરીવાલના જામીન પર સ્ટે લઈ લીધો હતો. આ કેસમાં જામીન પરનો પ્રતિબંધ હાઈકોર્ટ દ્વારા હટાવવાની હતી ત્યારે સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી હતી.

EDએ 9મી પૂરક ચાર્જશીટ દાખલ કરી

તે જ સમયે, ઇડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દારૂ કૌભાંડ કેસમાં 9મી પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં વિનોદ ચૌહાણને આરોપી બનાવવામાં આવ્યા છે. વિનોદ ચૌહાણ પર આરોપ છે કે, દિનેશ અરોરાએ ચલણી નોટોથી ભરેલી બે બેગ વિનોદ ચૌહાણને ગોવા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને આપી હતી. સાઉથ લોબીની કવિતાના સ્ટાફ મેમ્બરે આ વાતનો ખુલાસો કર્યો હતો. જે બાદ ED દ્વારા વિનોદ ચૌહાણને દારૂ કૌભાંડમાં 18મો આરોપી બનાવવામાં આવ્યો હતો.