Chennaiના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ૧૪.૨ કરોડ રૂપિયાનું ૧૪૨૪ ગ્રામ પ્રતિબંધિત કોકેઈન જપ્ત કર્યું છે. આ સંબંધમાં કેન્યાથી આવેલી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
Chennai: કસ્ટમ વિભાગે ૧.૨૮ કરોડ રૂપિયાનું સોનું પણ જપ્ત કર્યુઃ એક યાત્રી અને કેબિન ક્રૂ સભ્યની ધરપકડ કરાઈ
આ મહિલાને રિમાન્ડ માટે જ્યુડિશિયલ કસ્ટડી મોકલી દેવામાં આવી છે. કસ્ટમ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર આર શ્રીનિવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કસ્ટમ વિભાગે સાત ડિસેમ્બરે અદદીસ અબાબાથી આવનાર એક યાત્રીને રોકી હતી અને તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા કેપ્સુલ જેવી ૯૦ વસ્તુઓ ગળી ગઇ હતી. વધુ તપાસમાં જાણવા | મળ્યું હતું કે કેપ્સુલમાં માદક પદાર્થ કોકેઈન હતું. આ પદાર્થ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ રાયકોટ્રોપિક સબ્સટન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ હેઠળ આવે છે.
આ મહિલા પાસેથી કુલ ૧૪૨૪ ગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે જેનું મૂલ્ય કાળા બજારમાં ૧૪.૨ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અન્ય એક ઘટનામાં ૧૫ ડિસેમ્બરના રોજ કસ્ટમ વિભાગના અધિકારીઓએ ૧.૨૮ કરોડ રૂપિયા સોનું જપ્ત કર્યુ હતું. આ સંબંધમાં એક યાત્રી તથા એરલાઈન્સના કેબિન ક્રૂ સભ્યની ધરપકડ કરવામાં આવી હતી