CM: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે સીએમ કેજરીવાલ આવતીકાલે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. સંભવતઃ આવતીકાલે જ ધારાસભ્ય દળની બેઠકમાં નવા સીએમ અંગે નિર્ણય લેવામાં આવશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એલજી વીકે સક્સેના સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે સીએમ કેજરીવાલ આવતીકાલે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. “મુખ્યમંત્રીએ એલજી સક્સેના પાસેથી મંગળવારે મીટિંગ માટે સમય માંગ્યો છે. તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે,” પાર્ટીએ સોમવારે જણાવ્યું હતું.તમને જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.

સીએમ કેજરીવાલે રવિવારે AAP કાર્યકર્તાઓને સંબોધીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી ચૂંટણીની પણ માંગ કરી હતી.

આજે સાંજે PACની બેઠક યોજાશે

આજે સાંજે આમ આદમી પાર્ટી (AAP)ની PAC બેઠક યોજાશે. આ બેઠક CMના નિવાસસ્થાને યોજાશે અને આ બેઠકમાં માત્ર CMના ચહેરા પર જ ચર્ચા થશે. આ સાથે મંગળવારે ધારાસભ્ય દળની બેઠક પણ યોજાશે. આ પહેલા આજે મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા સીએમ કેજરીવાલને મળવા માટે સીએમ આવાસ પહોંચ્યા હતા.