China માં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ચાઇના ભૂકંપ નેટવર્ક્સ સેન્ટર (CENC) એ અહેવાલ આપ્યો છે કે 4 ડિસેમ્બરે દેશના ઉત્તરપશ્ચિમમાં શિનજિયાંગ પ્રદેશમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ચીનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ચાઇના ભૂકંપ નેટવર્ક્સ સેન્ટર (CENC) એ અહેવાલ આપ્યો છે કે 4 ડિસેમ્બરે દેશના ઉત્તરપશ્ચિમમાં શિનજિયાંગ પ્રદેશમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો ગભરાટમાં પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા.

ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

શિનજિયાંગ કિર્ગિસ્તાનની સરહદ. CENC અનુસાર, ભૂકંપ કિર્ગિસ્તાન-શિનજિયાંગ સરહદ નજીક અક્કી કાઉન્ટી નજીક સ્થાનિક સમય અનુસાર બપોરે 3:44 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. રાજ્ય મીડિયા અનુસાર, સ્થાનિક સમય અનુસાર સાંજે 4:34 વાગ્યા સુધી સ્થાનિક અધિકારીઓને જાનહાનિ કે ઇમારતો ધરાશાયી થયાના કોઈ અહેવાલ મળ્યા નથી.