Budget 2024: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, મંગળવાર, 23 જુલાઈએ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. નાણામંત્રીએ આ બજેટમાં મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં મુદ્રા લોન માટે આપવામાં આવતી રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
સરકારે મુદ્રા લોનની મર્યાદા વધારી
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ લોકોને 10 લાખ રૂપિયા સુધીની લોન લેવાની સુવિધા હતી. પરંતુ હવે સરકારે આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. આ યોજના 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી.