Bangladesh: બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા, શનિવારે એક નવો પક્ષ જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ચૂંટણી ગઠબંધનમાં જોડાયો. એક ઇસ્લામી પક્ષે ગઠબંધનમાંથી ખસી જવાની જાહેરાત કર્યાના એક અઠવાડિયા પછી, બાંગ્લાદેશ લેબર પાર્ટીના પ્રવેશથી ગઠબંધનમાં 11 સાથી પક્ષો થયા છે. બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી દેશનો સૌથી મોટો ઇસ્લામી રાજકીય પક્ષ છે.