Mahakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળા ૨૦૨૫માં દેશ-વિદેશથી સાધુસંતો પધારી રહ્યાં છે. આ વચ્ચે આસામના કામાખ્યા પીઠથી આવેલા ગંગાપુરી મહારાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Mahakumbh: કામાખ્યાપીઠના ૫૭ વર્ષના મહારાજનો ઈચ્છાપૂર્તિ માટે અસામાન્ય નિર્ણય

૫૭ વર્ષીય ગંગાપુરી મહારાજને છોટુ | બાબાના નામે પણ ઓળખવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતાં જ ઘણા લોકો નાહવાનું બંધ કરી દેતા હોય છે ત્યારે, ૩ ફૂટ ૮ ઈંચના છોટે બાબાએ દાવો કર્યો છે કે, તેઓ ૩૨ વર્ષથી નાહ્યા જ નથી.

સંગમના કિનારે છોટુ બાબાના કેમ્પમાં અત્યારથી ભારે ભીડ જોવા મળી રહી છે. છોટુ બાબાએ પોતાના અસામાન્ય નિર્ણય પાછળ કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, તેમની એક ઈચ્છા પૂરી થઈ નથી એટલે તેમણે સ્નાન ન કરવાનો નિર્ણય લીધો હતો.

દર ૧૨ વર્ષે આયોજિત મહાકુંભ મેળો દેશનો પ્રમુખ ધાર્મિક કાર્યક્રમ છે. તે ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં, ૧૪ જાન્યુઆરી, ૨૯ જાન્યુઆરી અને ૩ ફેબ્રુઆરીના રોજ મહા સ્નાનની તારીખો નક્કી કરવામાં આવી છે.