Priyanka Gandhi: સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો આજે ગુરુવારે ત્રીજો દિવસ છે, પરંતુ હજુ સુધી બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી નથી. સત્રના પ્રથમ બે દિવસ હોબાળોથી ભરેલા રહ્યા હતા.

રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત લોકસભા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણે શપથ લીધા પછી તરત જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કર્યો. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સતત સંયમ જાળવવા કહ્યું, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં.

પ્રિયંકા ગાંધીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આજે ​​લોકસભા સાંસદ તરીકે શપથ લીધા છે. તે કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે.

લોકસભાની કાર્યવાહી શરૂ

લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સાંસદ તરીકે શપથ લઈ રહ્યા છે.

પ્રિયંકા તેની માતા સાથે સંસદ ભવન પહોંચી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સાંસદ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તે પોતાની માતા સોનિયા ગાંધી સાથે સંસદ ભવન પહોંચી છે.