લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી, શીલા સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય નસીબ સિંહ, પૂર્વ ધારાસભ્ય નીરજ બસોયા ભાજપમાં જોડાયા છે.
અરવિંદર સિંહ લવલીએ તાજેતરમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. લવલી કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે તેની વિરુદ્ધમાં હતા. તેઓ અગાઉ પણ ભાજપમાં રહી ચૂક્યા છે. અગાઉ 2017માં, લવલી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા પરંતુ થોડા મહિનામાં કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
અરવિંદર સિંહ લવલીની રાજકીય કારકિર્દી
1998 – લવલીએ દિલ્હીના ગાંધીનગર મતવિસ્તારમાંથી કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ ચૂંટણી લડી અને દિલ્હી વિધાનસભાના સૌથી યુવા સભ્ય બન્યા.
2003 – તેઓ દિલ્હીના ગાંધી નગર મતવિસ્તારમાંથી ફરીથી જીત્યા અને દિલ્હીના તત્કાલિન મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત દ્વારા શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
2008 – તેઓ કોંગ્રેસના બેનર હેઠળ ગાંધી નગર મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા અને 2008 થી 2013 સુધી શીલા દીક્ષિત સરકારમાં શહેરી વિકાસ અને મહેસૂલ મંત્રી અને પરિવહન મંત્રી તરીકે સેવા આપી.
2013 – તેઓ સતત ચોથી વખત (કોંગ્રેસની ટિકિટ પર) ગાંધી નગર મતવિસ્તારના ધારાસભ્ય હતા અને 2013થી 2015 સુધી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા.
2020 – ગાંધીનગર મતવિસ્તારમાંથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી પરંતુ હારનો સામનો કરવો પડ્યો.
2019 – તેમણે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી પરંતુ હારનો સામનો કરવો પડ્યો.
2023 – ઓગસ્ટમાં, કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષની નિમણૂક કરી.
2024 – 2024ની લોકસભા ચૂંટણી પહેલા લવલીને ફરીથી પાર્ટીના દિલ્હી યુનિટના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જોકે, ચૂંટણી પહેલા જ તેમણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. કહેવામાં આવ્યું હતું કે તેઓ AAP સાથેના ગઠબંધનથી નારાજ છે.
ભાજપમાં બહાર અને અંદર
2018- તેઓ ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં જોડાયા.
2017- તેઓ ભાજપમાં જોડાયા.