Terrif: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25% નો નવો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવા ટેરિફના દરોની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થશે. નવા ડ્યુટી દર સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ જેવા ચોક્કસ ક્ષેત્રો પર પહેલાથી લાદવામાં આવેલા ટેરિફથી અલગ હશે. આ સાથે, વોશિંગ્ટને ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ત્રીજા દેશો દ્વારા માલ મોકલીને ટેરિફ ટાળવાનો પ્રયાસ કરશે, તો તેના પર ઊંચા દરે દંડ પણ ફટકારવામાં આવશે.

ટેરિફ પત્રમાં આ વાત કહેવામાં આવી હતી

ટ્રમ્પે અમેરિકા અને કોરિયા વચ્ચેના વેપાર ખાધને અમેરિકન અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. ટેરિફ પત્રમાં કહેવામાં આવ્યું હતું. કમનસીબે, અમારી વચ્ચેના સંબંધો સમાનતા પર આધારિત નથી. આ ટેરિફ જરૂરી છે જેથી કોરિયામાં ઘણા વર્ષોથી ચાલી રહેલી ટેરિફ અને નોન-ટેરિફ નીતિઓ અને વેપાર અવરોધોને સુધારી શકાય.

દક્ષિણ કોરિયા પર કર લાદવાનું કારણ

યુનાઇટેડ સ્ટેટ્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટ, 2025 થી દક્ષિણ કોરિયાથી આવતા તમામ માલ પર 25% ટેરિફ (કસ્ટમ ડ્યુટી) લાદવામાં આવશે. અમેરિકાએ આનું કારણ જૂના વેપાર અસંતુલન અને એકતરફી વેપાર નીતિઓને ગણાવી છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગને મોકલવામાં આવેલા ઔપચારિક પત્રમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કોરિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી વેપાર ખાધનું કારણ બનેલા ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને સુધારવા માટે આ પગલું જરૂરી છે.