America : છેલ્લા 24 કલાકમાં થયેલા શ્રેણીબદ્ધ હુમલાથી અમેરિકા હચમચી ગયું છે. ન્યૂયોર્કમાં ચોથો મોટો હુમલો થયો છે. અહીંની એક નાઈટ ક્લબમાં થયેલા જોરદાર ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા હચમચી ગયું છે. હવે અમેરિકાના ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં ભયાનક ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. આ પહેલા બુધવારે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ISISના આતંકવાદીએ એક કાર ઘુસીને 15 લોકોના મોત નિપજ્યા હતા.

બીજો હુમલો અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પની હોટલની બહાર થયો હતો. જેમાં ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. આ પછી અમેરિકાના હોનોલુલુમાં થયેલા બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. હવે ન્યૂયોર્કમાં આ ચોથી મોટી ઘટના બની છે. અહેવાલો અનુસાર, ફાયરિંગની આ ઘટના ક્વીન્સમાં અમાઝુરા નાઇટ ક્લબમાં બની હતી.

જમૈકાના અમાઝુરા ઈવેન્ટ હોલ નજીક 11 જાન્યુઆરીના રોજ રાત્રે 11:45 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ત્રણ લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.