Greece ના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આગ રાજધાની એથેન્સની બહારના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે એથેન્સના આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા છે, જેના કારણે ચારેબાજુ અંધારું છે.

એથેન્સઃ Greece ની રાજધાની એથેન્સ એક નવા સંકટથી ઘેરાયેલી જોવા મળી રહી છે. Greece એથેન્સના ઉત્તરી વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ કાબૂ બહાર થઈ રહી છે. સતત ફેલાતી આગને કાબુમાં લેવા માટે બે ડઝનથી વધુ એરક્રાફ્ટની મદદ લેવામાં આવી રહી છે. સેંકડો અગ્નિશામકો વિમાનોમાંથી પાણીનો છંટકાવ કરીને આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે સોમવારે સવારે બાળકોની હોસ્પિટલ અને લશ્કરી હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી હતી. મેરેથોન અને એથેન્સના કેટલાક ઉપનગરો સહિત એક ડઝનથી વધુ વિસ્તારોને ખાલી કરાવવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. આસપાસના ઉપનગરોમાં લોકો માટે હોટલોમાં રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

ભારે પવનના કારણે આગ ફાટી નીકળી હતી

સ્થાનિક મીડિયા અનુસાર, બે અગ્નિશામકોને થોડી ઈજા થઈ હતી જ્યારે ધુમાડાને કારણે ગૂંગળામણની ફરિયાદ બાદ અનેક નાગરિકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. આગના કારણે એથેન્સના આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા છે, જેના કારણે ચારેબાજુ અંધારું છે. એથેન્સથી લગભગ 35 કિલોમીટર દૂર રવિવારે બપોરે આગ ફાટી નીકળી હતી. જોરદાર પવનના કારણે આગ કાબૂ બહાર ગઈ હતી. આ વર્ષે જૂન અને જુલાઈ ગ્રીસમાં અત્યાર સુધીના સૌથી ગરમ મહિના હતા અને આ વખતે પણ સૌથી ગરમ શિયાળો નોંધાયો હતો. 

રેડ એલર્ટ જારી

હવામાનશાસ્ત્રીઓ અને સરકારી અધિકારીઓએ રવિવારથી ગુરુવાર સુધી હવામાનની સ્થિતિને કારણે જંગલમાં આગ લાગવાના જોખમની ચેતવણી આપી છે. ક્લાઈમેટ ક્રાઈસિસ અને સિવિલ પ્રોટેક્શન મિનિસ્ટર વાસિલિસ કિકિલિયાસે જણાવ્યું હતું કે જંગલમાં લાગેલી આગના ખતરાથી દેશના અડધા ભાગ માટે “રેડ એલર્ટ” જારી કરવામાં આવ્યું છે.