Vladimir Putinની લક્ઝરી કાર વિસ્ફોટ બાદ બળીને રાખ થઈ ગઈ હતી. કારની કિંમત 2 લાખ 75 હજાર પાઉન્ડ (3.4 કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે.અહેવાલ મુજબ આ કાર રશિયન રાષ્ટ્રપતિ Vladimir Putinના કાફલામાં સામેલ હતી. કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જે બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત મધ્ય મોસ્કોમાં થયો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને નવી આશંકાઓ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ક્રેમલિને તપાસ શરૂ કરી છે. ઓર્સ્ક સેનેટ નજીક લુબ્યાન્કામાં FSB હેડક્વાર્ટર પાસે કાર સળગતી જોવા મળી હતી. તેના વીડિયો પણ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કાર પહેલા એન્જિન આગ લાગી હતી. ત્યારબાદ કાર સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફૂટેજમાં ગાઢ કાળો ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આગ લાગવાનું કારણ શું હતું?

યુક્રેનના રાષ્ટ્રપતિએ ચોંકાવનારો દાવો કર્યો છે

સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના કાફલાના તમામ વાહનોનું સંચાલન ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. કારની અંદર કોણ હતું તે જાણી શકાયું નથી. થોડા દિવસો પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે પુતિનની તબિયત બગડી રહી છે. તેઓ થોડા દિવસોમાં મૃત્યુ પામશે. બુધવારે તેમનો ઈન્ટરવ્યુ બહાર આવ્યો. ઝેલેન્સ્કીએ યુરોવિઝન ન્યૂઝને એક ઇન્ટરવ્યુ આપ્યો. આમાં ઝેલેન્સકીએ એવો પણ દાવો કર્યો હતો કે રશિયા સાથે 3 વર્ષથી ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે. ઝેલેન્સકીએ યુનાઇટેડ સ્ટેટ્સને પણ તેમને સમર્થન આપવા અને મોસ્કો પર દબાણ ચાલુ રાખવાની અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે 72 વર્ષીય પુતિન કડક સુરક્ષામાં રહે છે.