Mahakumbh: પાકિસ્તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગુરુવારે મહા કુંભના પવિત્ર મેળાવડામાં સ્નાન કરવા પહોંચ્યું હતું. તેમાંથી લગભગ ૫૦ જણ માટે, આ તેમનો મહા કુંભનો પ્રથમ અનુભવ છે.

સેક્ટર નવમાં શ્રી ગુરુકૃષ્ણ શિબિરમાંથી બોલતા, સિંધના મુલાકાતીઓમાંના એક ગોવિંદ રામ માખીજાએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે-ત્રણ મહિનાથી, અમે મહા કુંભ વિશે સાંભળ્યું ત્યારથી અમે અહીં આવવા ઉત્સુક હતા. અમે અમારી જાતને અહીં આવતાં રોકી શક્યા નહીં.”

તેમણે યાદ કર્યું કે ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનથી ૨૫૦ લોકોનું એક જૂથ ગંગામાં ડૂબકી મારવા માટે પ્રયાગરાજની મુલાકાતે આવ્યું હતું.

આ વખતે, મુલાકાતીઓ સિંધના છ જિલ્લાઓ – ઘોટકી, સુક્કુર, ખૈરપુર, શિકારપુર, કરઝાકોટ અને જટાબલથી આવ્યા હતા – જેમાંથી ઘણા પ્રથમ વખત મહા કુંભનો અનુભવ કરી રહ્યા છે.

પોતાનો આનંદ વ્યક્ત કરતાં માખીજાએ કહ્યું, “આ એક અદ્ભુત અનુભવ છે. તેનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આવતીકાલે અમે ગંગામાં ડૂબકી લગાવીશું. અહીં રહેવાથી મને સનાતન ધર્મમાં જન્મ લેવા બદલ ગર્વની લાગણી થાય છે.’

ઘોટકીની ૧૧મા ધોરણની વિદ્યાર્થિની સુરભીએ કહ્યું કે આ તે પ્રથમ વખત ભારતની મુલાકાતે છે અને કુંભમાં હાજરી આપી રહી છે. મારા ધર્મને ઊંડાણપૂર્વક અન્વેષણ કરવાની અને સમજવાની આ પહેલી તક છે. તે અદ્ભુત લાગે છે.

ચાવલાએ ભારત સરકારને વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા વિનંતી કરી હતી.

“હાલમાં વિઝા મંજૂર થવામાં છ મહિનાનો સમય લાગે છે. જો કે, અમારા જૂથને આ વખતે સરળતાથી વિઝા આપવામાં આવ્યા તેની અમે પ્રશંસા કરીએ છીએ, અને તે માટે અમે ભારત સરકારનો આભાર માનીએ છીએ,” એમ તેમણે કહ્યું હતું. તેમના પ્રવાસની યોજનાઓની વિગતો આપતા ચાવલાએ જણાવ્યું હતું કે, “અમે ગઈકાલે રાત્રે આ મહા કુંભ શિબિરમાં પહોંચ્યા હતા. ૮ ફેબ્રુઆરીએ અમે રાયપુર જવા રવાના થઈશું, ત્યારબાદ હરિદ્વારની મુલાકાત લઈશું.