આર્યુવેદના અનુસાર નાળિયેર પાણી ઠંડક પ્રદાન કરે છે.  

નારિયેળનું પાણી,સાકર અને એલચીનો ભુક્કો મેળવી પીવાથી પિત્તમાં રાહત થાય છે.  

નાળિયેર પાણીમાં ગોળ અને ધાણા ભેળવીને પીવાથી પેશાબ છૂટથીઆવે છે, બળતરા દૂર થાય છે. 

નાળિયેર પાણી વારંવાર પીવાથી શરીરમાં થતી આંતરિક બળતરા દૂર થઇને ઠંડક થાય છે.  

કોપરેલથી વાળમાં માલિશ કરવાથી ફાયદો થાય છે. 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાની તકલીફ સામાન્ય છે. લૂ લાગી હોય તો નાળિયેર પાણી વારંવાર પીવડાવવું.