કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ₹5 લાખ સુધીની મફત સારવાર પૂરી પાડે છે, તેના ભવિષ્ય પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.
તાજેતરના આંકડા મુજબ, આ યોજનામાં જોડાતી નવી ખાનગી હોસ્પિટલોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
આ ઘટતી ભાગીદારી પાછળના મુખ્ય કારણો દાવાઓની ચૂકવણીમાં વિલંબ અને સારવાર માટે મળતા ઓછા પેકેજ દર છે
વર્ષ 2024-25 માં, આયુષ્માન ભારત યોજના સાથે માત્ર 2,113 નવી હોસ્પિટલો જોડાઈ છે,
જે ગયા વર્ષ (2023-24) ની સરખામણીમાં ઘણી ઓછી છે. આ યોજનામાં હાલમાં દેશભરમાં કુલ 31,466 હોસ્પિટલો કાર્યરત છે, જેમાંથી 14,194 ખાનગી છે.