ભારતમાં વિટામિન B12ની ઉણપ એક મોટી સમસ્યા બની રહી છે.
researchgate.net માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, 31 ટકા ભારતીયોમાં વિટામિન B12ની ઉણપ જોવા મળી હતી.
હાર્વર્ડ હેલ્થ અનુસાર, આ વિટામિનને કોબાલામિન કહેવામાં આવે છે. તે શરીરમાં લોહીની રચના, નર્વસ સિસ્ટમ અને ન્યુરો હેલ્થ માટે જરૂરી છે.
વિટામિન B12 મગજના સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. શરીરમાં લાલ રક્તકણોના નિર્માણ માટે આ વિટામિન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ખાસ કરીને શાકાહારી ખોરાક ખાનારાઓમાં આ ઉણપ જોવા મળે છે.આનું કારણ એ છે કે વિટામિન B12 મુખ્યત્વે ઇંડા, માંસ, માછલીમાં જોવા મળે છે.