Big B ની લાડકીને કેમ કરવી પડી 3 હજારની નોકરી?

શ્વેતા બચ્ચન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને ચર્ચામાં છે. શ્વેતા બચ્ચનની વાત કરીએ તો તેણે કરોડપતિ બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે

પરંતુ શું તમે જાણો છો કે, અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન ક્યારેક ફક્ત 3 હજારની નોકરી કરતી હતી

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, અમિતાભ બચ્ચનની દીકરી એક કિંડરગાર્ડનમાં આસિસ્ટન્ટ ટિચર હતી. જ્યાં તેને 3 હજાર રૂપિયા માસિક વેતન મળતુ હતું

શ્વેતાએ જણાવ્યું કે, મે ફક્ત કોલેજમાં જ નહીં પરંતુ સ્કૂલમાં પણ ખાવાનું ખરીદવા માટે અભિષેક પાસેથી ઉધાર લેતી હતી

મને ક્યારેય ફાઇનાન્સ મેનેજ કરવા માટેનું એજ્યુકેશન નથી મળ્યું.  હું દિલ્હીમાં ગઈ ત્યાં મને કિંડરગાર્ડન, લર્નિંગ ટ્રીમાં એક આસિસ્ટન્ટ ટીચરના રૂપે નોકરી મળી

મને 3000 રૂપિયા પ્રતિ માસ પગાર મળતો હતો અને તેને હું બેન્કમાં જમા કરાવતી હતી