ચોમાસામાં ચા પીવાનું કોને ન ગમે? આવા સમયે તમે ગોળની ચાનું સેવન કરી શકો છો. તે સ્વાદમાં સારી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.  

ગોળની ચામાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો જોવા મળે છે. ચાલો ગોળવાળી ચા પીવાથી થતા લાભો વિશે જાણીએ.  

ગોળની ચા પીવાથી મેદસ્વિતા ઘટી શકે છે. સામાન્ય રીતે ચામાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી વજન વધી શકે છે.  

જો તમને ચા પીવાનું પસંદ છે, તો ખાંડને બદલે ગોળની ચા પી શકો છો.  

ગોળથી બનેલી ચામાં સારા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ જોવા મળે છે. આ પેટની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આનાથી પાચનતંત્રને ફાયદો થાય છે.  

ખાંડવાળી ચા પીવાથી લોકોને ખીલની સમસ્યા થઈ શકે છે. આનાથી બચવા માટે તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો.

ગોળની ચાથી ચહેરા પર ખીલ અને બ્લેકહેડ્સ નીકળવાની સમસ્યાથી બચી શકાય છે.