સતત કલાકોના કલાકો સુધી સોશિયલ મીડિયા પર શૉર્ટ રીલ્સ જોવાને કારણે આજના યુવાનો પર તેની શારીરિક અને માનસિક રૂપે જુદીજુદી અસરો થાય છે.
વડોદરાની MS યુનિવર્સિટીએ કરેલ રિસર્ચ રિપૉર્ટમાં જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા છે. આમાં Gen Z એટલે કે 1996થી 2010ની વચ્ચે જન્મેલા બાળકો પર થતી અસર વિશે જણાવાયું.
આ આડઅસરોમાં સૌથી પહેલું તેમની એકાગ્રતા તૂટે છે. તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. રીલ્સ જોયા બાદ રિયલ લાઈફમાં આવતા પડકારોનો સામનો કરતા ડરે છે.