ટીવી અભિનેત્રી પૂજા ગૌર હાલમાં વિદેશ પ્રવાસે જઈ પોતાની છૂટ્ટીઓ માણી રહી છે.
તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી, જે વાયરલ થઈ ગઈ.
પૂજા ગૌરનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓમાં આવે છે.
તેણે 'કિતની મોહબ્બત હૈ'થી સહાયક ભૂમિકામાંથી કારકિર્દીની શરૂઆત કરી હતી.
'પ્રતિજ્ઞા બન જાયે' સીરિયલથી તેણે દરેક ઘરમાં પોતાનું નામ ઉભું કર્યું.
આ ભૂમિકા બાદ લોકો તેને ‘પ્રતિજ્ઞા’ તરીકે ઓળખવા લાગ્યા.
સાવધાન ઈન્ડિયા સહિત અનેક શો દ્વારા પૂજાએ પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું.