સોનાક્ષી સિન્હાનો આ લૂક પણ આજકાલ ખુબ જ ટ્રેન્ડિંગ છે. મોરપીંછ કલરનું અફઘાની સ્ટાઇલ આઉટફિટ બેહદ આકર્ષક છે. આ પ્રકારની યુનિક સ્ટાઇલ તમે પ્રસંગ પર પહેરી શકો છો
ધક-ધક ગર્લ તો હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની અદ્ભૂત ફેશન સેન્સને કારણે છવાયેલી રહે છે. એકટ્રેસનું સોશિયલ મીડિયા મનમોહક તસવીરોથી ભરેલું પડ્યું છે. જેમાં તમને એકથી એક યુનિક ફેશન આઇડિયા મળી જશે
પટોડી પરિવારની વહુ અને સૈફ અલી ખાનની બેગમ કરીના કપૂર ખાન પણ પોતાની ઠાઠમાઠની લાઇફસ્ટાઇલ અને ફેશન સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. આ તસવીરમાં તે વ્હાઇટ કલરના અનારકલીમાં જોવા મળી રહી છે. કરીનાનો આ લૂક સમર માટે બેસ્ટ છે