બટાકા ની સુકી ભાજી ખાઈ કંટાળ્યા, હવે ટ્રાય કરો બટાકા નો શીરો, ખાતા રહી જશો  

ફરાળી વાનગી - બટાકા નો શીરો ઉપવાસમાં મોટાભાગની ફરાળી વાનગી બટાકામાંથી બને છે. 

બટાકાની સુકી ભાજી, બફવડા જેવી ફરાળી વાનગી ખાઇ તમે કંટાળી ગયા છો, તમે બટાકાનો શીરો ટ્રાય કરી શકો છો. જે રાજગરાના શીરા કરતા વધુ ટેસ્ટી છે. 

બટાકા શીરો રેસીપી સામગ્રી 4 વ્યક્તિ માટે બટાકા શીરો બનાવવાની સામગ્રી - 5 ગ્રામ બાફેલા બટાકા, 3 - 4 ચમચી ઘી, 100 મિલિ દૂધ 100 ગ્રામ ખાંડ, એલજી પાઉડર, ડ્રાયફ્રુટના ટુકડા 

બટાકા શીરો રેસીપી બટાકા શીરો બનાવવા માટે સૌથી પહેલા કુકરમાં બટાકા બાફી લો અને તેની છાલ ઉતારી ખમણી પર છીણી લો 

બટાકા શીરો રેસીપી ગેસ પર એક કઢાઈમાં 3 - 4 નાની ચમચી ઘી નાંખી ગરમ થવા દો, ત્યારબાદ કઢાઈમાં છીણેલા બાફેલા બટાકા નાંખો, 

બટાકા શીરો રેસીપી કઢાઈમાં બટાકા ચોંટી ન જાય તે માટે સતત હલાવતા રહો, બટાકામાંથી ઘી છુંટુ થાય ત્યાં સુધી પકવવા દો,