આ લોકોએ વધારે મેથીના દાણાનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્ય બગડી શકે છે  

મેથીના દાણામાં એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, આયર્ન જેવા તત્વો પણ જોવા મળે છે.  

મેથીના દાણાના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસની સમસ્યામાં પણ રાહત મળે છે.  

આ ઉપરાંત વજન ઘટાડવામાં પણ મેથીનું સેવન લાભદાયક છે.  

મેથીના દાણાનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેના વધુ સેવનથી ઉધરસ, ઝાડા, એલર્જી અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે 

 જો તમે બ્લડ પ્રેશરની દવા સાથે મેથીના દાણાનું પણ સેવન કરી રહ્યા છો તો તે નુકસાનકારક છે.

આમ કરવાથી બ્લડ પ્રેશરનું સ્તર ઘણા અંશે ઘટી શકે છે.