તહેવારોની સીઝનમાં પરિવાર સાથે સમય પસાર કરવાની ભરપૂર તક મળે છે. પરંતુ સાથે સાથે તહેવારોમાં ભાગદોડ પણ થઇ જાય છે.
દરમિયાન હવામાનમાં ફેરફારો, ઓછી ઊંઘ અને વધુ પડતી સુગર અને તેલ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે
જેના કારણે તમે બીમારીઓનો શિકાર બની શકો છો.
નિષ્ણાંતોના મતે જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો તમે બીમાર નહીં પડો.
આવી સ્થિતિમાં તહેવારોની સીઝનમાં હેલ્ધી ડ્રિંક્સ પીવાનું શરૂ કરો
આદુ, હળદર, લીંબુ અને મધ જેવી વસ્તુઓમાં કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે
લીંબુમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે જરૂરી છે.