હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને મેઘતાંડવથી સ્થિતિ ગંભીર બની છે. 

અહેવાલ મુજબ અત્યાર સુધી 157 લોકોના મોત થયા છે. 

અનેક લોકો ગુમ થયાના અહેવાલ વચ્ચે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 

કુલ્લુ અને મંડી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ બંધ થવાથી મુશ્કેલી વધી છે.  

પ્રવાસીઓએ સ્થાનિક પ્રશાસનની સૂચના વિના જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું.