હાર્ટ આપણા શરીરનું એક અંગ છે જે સ્નાયુઓથી બનેલું છે અને તેનું મુખ્ય કાર્ય રક્ત પરિભ્રમણનું છે.  

હૃદય ફેફસામાંથી ઓક્સિજનયુક્ત લોહી લાવે છે અને તેને શુદ્ધ કરીને શરીરના જુદા જુદા ભાગોમાં મોકલે છે  

આજકાલ યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસો વધવા લાગ્યા છે.તેની પાછળ ડાયટ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, તણાવ અને ઓછી ઊંઘ જેવા ઘણા કારણો છે  

પરંતુ જો કેટલીક હેલ્ધી આદતો અપનાવવામાં આવે તો હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટના જોખમને ઘણી હદ સુધી ટાળી શકાય છે.  

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા હેલ્થ અનુસાર, હાર્ટ અટેકથી બચવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો છોડી દેવી જોઇએ  

તમારે દરરોજ તાજો ખોરાક રાંધવો અને ખાવો જોઈએ જેમાં લીલા શાકભાજી, તાજા ફળો, કઠોળ, ઇંડા, માછલી, બદામનો સમાવેશ થાય છે.  

જો તમારું વજન વધી ગયું છે તો તે ઘણી બીમારીઓનું મૂળ છે.