T20 World Cup 2026: ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 જીત્યો.

ટીમ ઈન્ડિયાએ એકતરફી 96 રનથી જીત હાંસલ કરી. ટીમ માટે ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.  

મુકાબલામાં સંજુ સેમસને ભારત માટે સૌથી મોટું યોગદાન આપ્યું. 

ઓપનિંગમાં ઉતરેલા સંજુએ 46 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 89 રનનો સ્કોર કર્યો. 

સંજુની આ ઈનિંગે ટીમ ઈન્ડિયાને 255 રનના મોટા ટોટલ સુધી પહોંચવામાં મદદ કરી.