અમદાવાદના નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી નીચે કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

આજે સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયું હતું. 

વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો તે સમયના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.  

જેમાં વિદ્યાર્થિની હાથમાં કિ-ચેઈન ફેરવતા ફેરવતા લોબીમાં આંટા મારે છે અને ઓચિંતા જ છલાંગ લગાવી દે છે. 

આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ પાસે સમગ્ર મામલે રિપોર્ટ તેમજ સીસીટીવી ફુટેજ પણ મંગાવ્યા છે.