તો ચાલો જાણીએ કે જમતા પહેલા સ્નાન કરવાથી શું ફાયદા થાય છે અને જમ્યા પછી તરત જ નહાવાના શું ગેરફાયદા છે

પાચનક્રિયાને સક્રિય કરે છે: આયુર્વેદ અનુસાર, ભોજન કરતા પહેલા સ્નાન કરવાથી આપણું પાચનતંત્ર સક્રિય થાય છે

તેનાથી ખોરાક પચાવવામાં સરળતા રહે છે અને પાચનક્રિયા સુધરે છે.

શરીરને શુદ્ધ કરે છે: જમતા પહેલાં સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે.

પેટ સાફ રહે છે: નિયમિત રીતે ભોજન કરતા પહેલા સ્નાન કરવાથી પેટ સાફ રહે છે અને આંતરડાની મૂવમેન્ટ યોગ્ય રીતે થાય છે

જેનાથી કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

સ્નાન કરવાથી શરીર તાજગી અને સ્ફૂર્તિ અનુભવે છે