IPL 2025 RCB: પહેલી સીઝનથી રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આખરે 18 વર્ષ પછી પહેલી IPL ટ્રોફી જીતી.
જે બાદ ટીમના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ મોટો ખુલાસો કર્યો છે.
વિજય માલ્યાએ RCB ટીમ કેટલા કરોડમાં ખરીદી?
એક પોડકાસ્ટ દરમિયાન, RCBના પહેલા માલિક વિજય માલ્યાએ જણાવ્યું કે તેમણે કોની સલાહ પર ટીમ ખરીદી હતી
.
તેમણે જણાવ્યું કે IPLના સ્થાપક લલિત મોદી તેમની પાસે આવ્યા હતા અને તેમને ટીમ ખરીદવા કહ્યું હતું.
વિજય માલ્યા તે સમયે યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડના માલિક હતા. તેથી, તેનું નામ દારૂ બ્રાન્ડ જેવું જ રાખવામાં આવ્યું હતું.