Repo Rate Cut:આરબીઆઇએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને તેમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો
Repo Rate Cut: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની MPC મીટિંગના પરિણામો આવી ગયા છે અને સેન્ટ્રલ બેન્કે ફરી એકવાર મોટી રાહત આપી છે.
આરબીઆઇએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને તેમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
આ તાજેતરના ઘટાડા પછી રેપો રેટ હવે 6 ટકાથી ઘટીને 5.50 ટકા થઈ ગયો છે. નોંધનીય છે કે ગત બે MPC મીટિંગમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
બેન્ક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે તેમના EMI માં વધુ ઘટાડો થશે.