ણોત્સવ 2024 કચ્છનો ફેમસ રણોત્સવ શરુ થઇ ગયો છે. તે 11 નવેમ્બર 2024ના રોજ શરુ થયો છે અને 15 માર્ચ 2025 સુધી ચાલશે. જો તમે પણ ત્યાં જઇ રહ્યા છો તો કચ્છની આ ફેમસ વાનગી ખાવાનું ભૂલતા નહીં.
દાબેલી કચ્છની દાબેલી ઘણી જ લોકપ્રિય છે. ભાગ્યે જ કોઇ હશે જેણે કચ્છની દાબેલી નહીં ખાધી હોય. કચ્છમા માંડવી, ભૂજ કે ગમે ત્યાં જવા દાબેલી જોવા મળશે
પકવાન પકવાન કચ્છ ની પ્રખ્યાત વાનગી છે, જો તમે કચ્છમાં જઈને પકવાન નથી ખાધું તો તમારો પ્રવાસ અધુરો છે. ફરસાણની દુનિયામાં કચ્છના સ્પેશિયલ પકવાનોનું આગવું સ્થાન છે
જલી પકવાન શુદ્ધ અને સાત્વિક છે ખારા-મોળા અને લાંબો સમય સુધી બગડતા નથી તેનો વધુ પડતો ઉપયોગ સવારે ચા સાથે નાસ્તામાં ખવાય છે
ગુલાબ પાક કહેવાય છે કે ગુલાબ-પાકનું સંશોધન કચ્છમાં કરવામાં આવ્યું હતું. તે શુદ્ધ ગુલાબની પાંખડીઓમાથી બનતી એક મીઠી મધુરી મીઠાઇ છે. ગુલાબ-પાકની
બનાવટ માટે શુદ્ધ ગુલાબની પાંખડીઓ, બદામ, કાજુ, પિસ્તા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે.