મુંબઇમાં રહેતી અને મૂળ રાજકોટની ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર આંસુભરી આંખે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં છે.

એક્ટ્રસે જણાવ્યું કે, પિતાના અવસાન બાદ માતા-ભાઇની મિલકતો પર પરિવારજનોનો જ ડોળો છે અને પરિવારના અન્ય સભ્યો સંપત્તિ પડાવી લેવા માટે તેમની માતાને ધમકાવતા હોવાનો આક્ષેપ ક્રિસ્ટી પટેલે લગાવ્યો છે. 

ક્રિસ્ટીનાએ કહ્યું કે, પિતાના મૃત્યુ બાદ પરિવારના અન્યો સભ્યો મારી મમ્મી પાસે આવ્યા હતા અને દુર્વ્યવહાર કર્યો હતો તેમને ધક્કો માર્યો હતો. 

ત્રણ લોકો તેમના ઘરે જતાં હોવાના પુરાવા સીસીટીવીમાં પણ જોવા મળે છે. ક્રિસ્ટીએ સીસીટીવી પણ પોસ્ટ કર્યાં છે.  

ક્રિસ્ટીનાનાનો આરોપ છે કે, પિતાની સંપતિ પડાવી લેવા અન્ય પરિવારના સભ્યો તેમની માતા અને ભાઇને ધમકાવે છે.