હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે પણ 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરી છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 15  ઓગસ્ટ બાદ  સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે. અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. 

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. 

બાદમાં વરસાદનું જોર વધશે અને 15 ઓગસ્ટ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે.