નવરાત્રિના ઉપવાસમાં ફરાળ તરીકે ખવાતું કોળું માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ વિટામિન્સ અને પોષક તત્વોનો ભંડાર છે.
વિટામિન્સનો ખજાનો: તેમાં મુખ્યત્વે વિટામિન A અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે.
આ ઉપરાંત, તેમાં વિટામિન E અને વિટામિન B કોમ્પ્લેક્સ જેવા જરૂરી વિટામિન્સ પણ હોય છે.
આંખોની રોશની વધારે છે: વિટામિન A નો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે આંખોના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: વિટામિન C રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે ઉપવાસ દરમિયાન શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે