પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો હતો

નરેન્દ્ર મોદી આજે 25 જુલાઈના રોજ દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા હતા. 

અત્યાર સુધી જવાહરલાલ નેહરુ સૌથી લાંબા સમય સુધી (16 વર્ષ 286 દિવસ) વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે.  

ઇન્દિરા ગાંધી 4077 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે પીએમ મોદી 4078 દિવસ સુધી આ પદ પર રહ્યા છે.

વડા પ્રધાન મોદી ઓક્ટોબર 2001 થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.