મોટાભાગના ઘરોમાં લગભગ દરરોજ બટાકાનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણા લોકો માને છે કે બટાકા ખાવાથી વજન વધે છે.
તમને જણાવી દઈએ કે, જો બટાકાને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
બટાકા ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ ધ્યાન રાખો કે તળેલા બટેટા ખાવાનું ટાળો.
બટાકામાં ફાઈબર, વિટામિન સી, એ, પોટેશિયમ, બી6, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.
બટાકા ઉકાળીને 6-7 કલાક સુધી ઠંડા થવા દો અને પછી તેનું સેવન કરો. તમે પ્રોટીન સાથે અને નાસ્તા તરીકે બટાટા ખાઈ શકો છો.
બટાકામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ઉકાળ્યા પછી તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
બટાકામાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. બાફેલા બટાકા ખાવાથી શરીરને નબળાઈથી બચાવવામાં અને એનર્જી આપવામાં મદદ મળે છે.