ઘણા રાજ્યોમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.
જેમ જેમ શિયાળો નજીક આવે છે તેમ તેમ ઘણા રાજ્યોમાં હવા પ્રદૂષણની સ્થિતિ ખતરનાક બની જાય છે
પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ સંબંધી અનેક બીમારીઓ થવાનું જોખમ વધી ગયું છે.
આ પ્રદૂષણથી વૃદ્ધો તેમજ નાના બાળકોને ખૂબ જ અસર થઇ રહી છે
પ્રદૂષણના કારણે આ વખતે લોકો ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે.
ડૉક્ટરોનું કહેવું છે કે પ્રદૂષણને કારણે લોકો ડ્રાય આઈ સિન્ડ્રોમનો શિકાર બની રહ્યા છે.
ડ્રાય આઇ સિન્ડ્રોમ એક સમયે બાળકોમાં જોવા મળતો હતો પરંતુ હવે તે યુવાનો અને વૃદ્ધોમાં પણ જોવા મળી રહ્યો છે.