પીએમ મોદી એ ગાંધીનગર લોકસભા મત વિસ્તારની રાણીપ ખાતે આવેલી નિશાન હાઇ સેકેન્ડરી શાળામાં મતદાન કર્યું છે.
આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનમાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું છે.
જેમા ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થઇ રહ્યું છે. અમિત શાહ, મનસુખ માંવડિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત ઘણા રાજકીય નેતાઓના રાજકીય ભવિષ્ય ઇવીએમમાં કેદ થઇ જશે.
પીએમ મોદીને જોવા મતદાન મથકની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠાં થઇ ગયા હતા. મતદાન બાદ પીએમ મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતુ, અને લોકોને મતદાન કરવા અપિલ કરી હતી.
તમને જણાવી દઇયે કે, અમદાવાદનો રાણિપ વિસ્તાર ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ આવે છે. ગાંધીનગરમાં ભાજપ નેતા અમિત શાહ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
પીએમ મોદી મતદાન કરવા આવ્યા ત્યારે તેમની સાથે તેમના ભાઇ પ્રહલાદ મોદી અને અમિત શાહ સાથે હતા.
પીએમ મોદી એ મતદાન કરવાની પહેલા તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના ચરણ સ્પર્શ્યા હતા.
મતદાન મથકની બહાર પીએમ મોદી લોકોના અભિવાદન કરી રહ્યા હતા તે સમયે અચાનક પ્રોટોકોલ તોડી ભીડમાં ઉભેલી એક દિવ્યાંગ બાળકીને મળવા પહોંચી ગયા હતા.
પીએમ નરેન્દ્ર મોદીના મોટા ભાઇ પ્રહલાદ મોદી સાથે અમિત શાહ સાથ હાજર રહ્યા હતા.
અમિત શાહના ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર પરથી ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહના પત્ની, પુત્ર અને પુત્રવધુ એ અમદાવાદના નારાણપુરની ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યું હતું.
નોંધનિય છે કે, પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જો ભાજપ જીતશે તો પીએ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.